/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/sddefault-20.jpg)
વડાપ્રધાન નરેન્દ્રમોદી સૌની યોજનાના લોકાર્પણ કરવા માટે સણોસરા ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેઓએ સૌ પ્રથમ આજી - 3 ખાતે સૌની યોજના નું લોકાર્પણ કરવા પહોચ્યા હતા.
તેઓએ સ્વિચ દબાવી સૌની યોજના નો પ્રારંભ કરાવ્યો હતો.યોજનાના લોકાર્પણ બાદ તેઓ નાનકડી રેલિંગ ઓળંગી ને ડેમની સાઈટ જોવા નજીક પહોચ્યા હતા.આ સમયે સરકારી ચેનલના કેમેરામેન અને ક્રુ ડેમના નીચેના ભાગે હાજર હતા. જેઓ ડેમની અંદર આવનાર પાણીના પ્રવાહની વિડીયો ગ્રાફી કરતા હતા.
વડાપ્રધાને ઈશારો કરી કેમેરામેન અને ક્રુ ને ત્યાંથી હટી જવા કહ્યું હતુ. જો કે ત્યારબાદ કેમેરામેનને કેમેરો લીધા વગર જ ત્યાંથી ખસી જવુ પડયુ હતુ.કારણકે પાણીનો પ્રવાહ ખુબજ વધી ગયો હતો.આમ, વડાપ્રધાનની સમય સુચકતાને કારણે એક કેમેરામેનનો જીવ બચી ગયો હતો,જોકે કેમેરો પાણી માં વહી ગયો હતો.