/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/544094-sanjay-leela-bhansali640x48071451392003.jpg)
સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર ફરી એકવાર તોડફોડ કરવા આવી છે. જાણકારી મળ્યા મુજબ કોલ્હાપુરમાં ફિલ્મનું શુટિંગ થોડાક સમય માં શરૂ થવાનું હતુ, અને મંગળવારની રાત્રીએ કેટલાક અજાણ્યા લોકોએ સેટની તોડફોડ કરી હતી અને સેટને આગ લગાવી દીધી હતી.જેથી આખો સેટ સળગીને ખાખ થઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે સંજયલીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની સફળ રહ્યા બાદ એક બીજી ઐતિહાસિક ઘટનાક્રમ ને લઈ ને ફિલ્મ બનાવી રહ્યા છે,જેમાં પદ્માવતી રાજસ્થાન ના રાજપુતાના ઘરની રાણી પદ્માવતીની કહાની દેખાડી રહ્યા છે, જેમાં દિપીકા પદુકોણ અને રણવીર સિંહ લીડ રોલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પદ્માવતીના સેટ પર તોફાની ટોળાએ તોડફોડ કરી હતી.