/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-301.jpg)
જામનગર માહાનગર પાલિકા એ ચોમાસા પૂર્વે સર્વે હાથ ધરી જર્જરિત ઇમારતો અંગે આસામીઓને નોટિસ આપવાની શરૂ કરી છે માત્ર નોટિસ થી સંતોષ માનવાને બદલે દાખલારુપ કાર્યવાહી થવા અંગે ચર્ચા ઉઠી રહી છે.
જામનગર મહાનગર પાલિકા ને જેવુ ચોમાસુ નજીક આવે એટલે જર્જરિત બિલ્ડીંગો યાદ આવતી હોય છે જે બિલ્ડીંગો જર્જરિત હાલત માં છેલ્લા ત્રણ વર્ષ થી ઊભી છે. તેને નોટિસ આપીને સંતોષ માનવને બદલે નક્કર કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી તે એક સવાલ છે. જામનગર મહાગનાર પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગ ની વાત કરીએ તો કુલ 111 જર્જરિત બિલ્ડીંગો ની સર્વે આધારિત રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો તે મુજબ નોટિસો પણ આપવામાં આવી હતી. જેમાંથી 61 જેટલા આસામીઓને જર્જરિત ભાગ દૂર કરી દીધા નો રિપોર્ટ તંત્ર એ કરેલ હતો.
પરંતુ 50 જેટલા જર્જરિત બિલ્ડીંગ ના આસામીઓને મહાનગર પાલિકાની નોટિસને ગણકારી પણના હતી મહાનગર પાલિકાની નોટિસને જર્જરિત મીલ્કત ધારકો ગાંઠતા પણ નથી આવા જર્જરિત બિલ્ડીંગોને દૂર કરવા માટે તંત્ર કોની શરમ અબુભાવે છે. શહેર માં જર્જરિત બિલ્ડીંગો લોકોના મોત ના સામાનની જેમ ઊભી છે. આવી અનેક જર્જરિત ઇમારતો ના અકસ્માત માં જીવ ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે આ કિસ્સાઓમાંથી તંત્ર બોધપાઠ શા માટે લેતું નથી તે પણ એક પ્રશ્ન છે.