દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ મામલે કરી મહત્વની જાહેરાત

New Update
દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ મામલે કરી મહત્વની જાહેરાત

દિલ્હીની સરકારી શાળાઓમાં CBSE પરીક્ષાની ફી માફ, 12ધોરણ પછી 10 લાખની લોન

એક તરફ જ્યાં દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલા ફેરફારોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે, ત્યાં દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ મામલે અતિ મહત્વની જાહેરાત કરતા આવતા વર્ષથી CBSEની સરકારી શાળાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરશે. આ જાહેરાત શનિવારે એક કાર્યક્રમ દરમિયાન દિલ્હી સીએમે કરી હતી. શાળાના આ કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફીની ચૂકવણી કરશે, આ સિવાય નીટ અને જેઇઇ માટે કોચિંગ વ્યવસ્થા પણ કરશે.

બારમાં ધોરણમાં શ્રેષ્ઠ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં દિલ્હી સીએમે જણાવ્યું કે, 80 ટકાથી વધુ અંક લાવનાર તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ વધારીને 2500 રુપિયા કરવામાં આવી હતી, આ સિવાય પરિવારની આવકનો નિયમ પણ હટાવી દેવાયો છે.

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, 12મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે લોનની જરુરિયાતને પૂરી કરવા માટે 10 લાખ રુપિયા સુધીની લોનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ લોન તેઓ 15 વર્ષ સુધી ભરી શકશે

આ ઉપરાંત સરફરાજ ટીંટોઇયાએ પારિવારીક સંબંધોમાં કડવાશ લાવવામાં સૌથી મોટો ભાગ વ્યક્તિનો ઇગો ભજવે જેથી સુમેળ અને સુખમય દાંમપત્ય જીવન માટે અહમને ઓગળવો જોઇએ જ્યારે હસમુખભાઇ જાની અને પુર્વે આચાર્ય શ્રીજી પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતું.

Read the Next Article

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, એક આતંકવાદી ઠાર

આ સમયે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે

New Update
bsf

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બે સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બે સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પરંતુ શનિવારે સવારે, એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું અને ભીષણ ગોળીબાર જોવા મળ્યો. અત્યાર સુધીની માહિતી અનુસાર, 10 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે, બે શહીદ પણ થયા છે.

આ સમયે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે, જેમની શોધખોળ ચાલુ છે.

હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ઘણા દિવસોથી સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જ્યારથી સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામના ગુનેગારોને ઠાર કર્યા છે, ત્યારથી આતંકવાદીઓ સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયા છે, તેમના તરફથી સતત નાપાક કાવતરાઓ ઘડવામાં આવી રહી છે.

Defence System | Indian Army News | Terrorist | encounter | Encounter News | Jammu and Kashmir | border security forces

Latest Stories