Top
Connect Gujarat

નવસારી: બે સમાજના જુથ વચ્ચે થઈ અથડામણ,એક પોલિસકર્મી સહિત 4 ઘવાયા

નવસારી: બે સમાજના જુથ વચ્ચે થઈ અથડામણ,એક પોલિસકર્મી સહિત 4 ઘવાયા
X

અલગ અલગ બે સમાજના જૂથ વચ્ચે થયું અથડામણ

અકસ્માતને લઈને થયું અથડામણ

1૦૦૦ જેટલા લોકોએ આમને સામને કર્યો પથ્થરમારો

જિલ્લા પોલીસ ઘટના સ્થળે આવી ૨૫ ટિયરગેસ છોડ્યા

અથડામણમાં એક.પોલીસકર્મી ને થઇ ઇજા

૪ લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં.ખસેડાયા

નવસારી શહેરની લગોલગ બાજુમાં આવેલ વિજલપોર શહેરમાં થોડા થોડા દિવસે કંઈક ને કંઈક છમકલાઓ થતા આવ્યા છે ગઈકાલે રાત્રે ૯ વાગ્યા બાદ બે સમાજના જૂથો વચ્ચે અથડામણ થતા મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને પથ્થરમારા કરતા ઍકપોલીસ કર્મી સહીત ૪ લોકો ઘવાયા હતા.

વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક નાનકડો અકસ્માત થયો હતો જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં ૧૦૦૦લોકો જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું વિજલપુર ની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દઈને ૨૫ જેટલા ટિયરગેસ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું સાથે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રી દરમ્યાન પોલીસને ઘટના સ્થળે ગોઠવી દીધી હતી હજીપણ મામલો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

Next Story
Share it