/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/shubh-mangal-saavdhan-not-a-movie-review-feature-27.jpeg)
હિન્દી ફિલ્મજગતના ઇતિહાસમાં પહેલી વખત આટલી બોલ્ડ ફિલ્મ બનાવવા બદલ દિગ્દર્શક આર.એસ.પ્રસન્નાને સો સો સલામ!
સેક્સ વિશેની વાત કાને પડે એટલે જેમના ભવા ચઢી જાય છે એવા શિક્ષણશાસ્ત્રીઓ જાગો! માનનીય ડૉ.ભદ્રાયુ વછરાજાની આ ફિલ્મ જોઇને લખ્યાં વગર રહી શકાશે નહિ.
પદ્મશ્રી ડૉ.ગુણવંત શાહ આ ફિલ્મ જોવા જશે તો એમની કોલમમાં લખ્યા વગર રહેશે નહીં. જય વસાવડા તો લખશે ને લખશે જ એતો ફિલ્મ જોવાના રસિક છે.બાકી રહ્યાં સૌરભ શાહ ગુડ મોર્નિંગમાં અથવા રવિવારની પૂર્તિ ‘મુંબઈ સમાચાર’માં જરૂરથી લખશે. મેં જેમના નામનાં ઉલ્લેખ કર્યા છે,એ બધા જ મારા ગુરુ છે.આજે પાંચમી સપ્ટેમ્બરે એમના ચરણમાં વંદન.
શુભ મંગલ સાવધાન.! ફિલ્મનું શિર્ષક છે મારા દીકરા જીગર અને પુત્રવધુ શિવાંગીએ સોમવારે ફિલ્મ જોઈ અમને કે પપ્પાજી આ ફિલ્મ જોવી જ પડે. મેં આજે (તા.5મી સપ્ટેમ્બર.૨૦૧૭)ના રોજ લાસ્ટ શોમાં જોઈ. ગજબની ફિલ્મ માથે ચડી ગઈ છે. પુરુષ ઉત્થાનના સબજેકટ પર આટલી બેખૂબીથી ફિલ્મ બનાવવી અને એ પણ હોલસેલમાં કલાકારો સાથે અધરું છે કેમેરામેનને નતમસ્તક સલામ! એડિટર નીનાદ ખાનોલકરને વંદન.
‘ટોયલેટ: એક પ્રેમકથાની અભિનેત્રી ભૂમિ પેડનેકર ટેલન્ટેડ છે. એ હિરોઈન નથી અભિનેત્રી છે. એવી અનુભૂતિ સુગંધાનું પાત્ર જોઇને થશે વિક્કી ડોનરથી બીજા છેડાની ફિલ્મ પણ છે લાજવાબ!
આયુષ્યમાન ખુરાના મુદિત શર્માના પાત્રને નખશિખ જીવંત કરે છે. મુદિતની માતા સુપ્રિયા શુક્લા અને પિતા ચિતરંજન ત્રીપાઠી આબેહૂબ મૂર્તિમંત કરે છે.સુગંધાની સખી ગીની અનશૂલ ચૌહાણ સર્પોટિંગ રોલને યર્થાથ કરે છે.સુગંધાના માતા-પિતા પણ એક્ષલન્ટ અભિનય કરે છે.
પહેલા પ્રેમ પછી એજ પાત્ર સાથે એરેન્જડ મેરેજ, એ પણ ઓનલાઈન.ડિજીટલ ઇન્ડિયા,અલીબાબા ઔર ચાલીસ ચોર, પારલેજીગ્લુકોઝ બિસ્કીટને ચ્હામાં બોળવું અને બિસ્કીટ ઢીલુંઢસ થઈને ચ્હાના કપમાં પડે, પશુચિકિત્સક ડોક્ટર ગોપાલ દત્ત અભિનિત શિશ્ન ઉત્થાન માટે જાદુટોના કરતો બાવો,પ્રી વેડિંગ,થીમ બેઇઝડ મેરેજ,લગ્નનું મેનુ કેવું હોય, દરેક પાત્રની વેશભૂષાની બારીકાઇ રાખનારા કોસ્ચ્યુમ ડિઝાઈનર અંકિત ઝા,ધ્યાનાકર્ષક મેકઅપ મેન ધનંજય પ્રજાપતિ સુર્પબ.અસરકારક,સંગીત આપ્યું છે, તનીષ્ક બાગચીએ.
એક સ્ત્રી જયારે પોતે પસંદ કરે કે આ પુરુષ મારો જીવનસાથી બનશે,એ જ રીતે એક પુરુષ પોતાની પસંદગી કોઈ એક સ્ત્રી પર ઉતારે ત્યારે બંનેની હા બેવડાય અને યેનકેન પ્રકારેન તેઓ પતિ-પત્ની બનીને જ રહે.વિશ્વની કોઈ તાકાત એમને ભેગા થતા અટકાવી નહિ શકે.શુભ મંગલ સાવધાન ફિલ્મ જોવામાં વાર ના લગાડતા.શુભસ્ય શીધ્રમ.