Connect Gujarat

ભગવાન શ્રીરામ અને રાવણની મૂર્તિની સ્થાપના એકસાથે!

ભગવાન શ્રીરામ અને રાવણની મૂર્તિની સ્થાપના એકસાથે!
X

ભારતમાં ભગવાન રામના ઘણાં મંદિરો છે. તેમની પૂજા સમગ્ર દેશમાં શ્રદ્ધાથી થાય છે. જ્યારે શ્રીલંકામાં લંકાપતિ રાવણનું મંદિર જોવા મળવુ તે સામાન્ય બાબત છે. પરંતુ દેશમાં સૌપ્રથમવાર એવું બની રહ્યું છે કે લંકાપતિ રાવણ અને ભગવાન શ્રીરામની મૂર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના જનપદ ગૌતમબુદ્ધ નગરની પાસે બિસરખ ધામમાં રાવણ અને ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મંદિરે દાવો કર્યો હતો કે આ પહેલુ એવું મંદિર બનશે જેમાં રાવણ અને ભગવાન રામની મૂર્તિ એકસાથે સ્થાપિત થશે.

મોહન મંદિર યોગ આશ્રમ ટ્રસ્ટ તથા મહાત્મા રાવણ ટ્રસ્ટના સંસ્થાપક અધ્યક્ષ અશોકાનંદજી મહારાજે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રાવણ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું હતું અને હવે મંદિરની સાથે મૂર્તિઓ પણ તૈયાર છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો હોવાથી 11 ઓગષ્ટના રોજ મૂર્તિઓને સ્થાપિત કરવાનું મંગલકાર્ય પૂરા વિધિ વિધાન સાથે કરવામાં આવશે. જે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 4 પૂજારીઓ રાખવામાં આવ્યા છે. આ શુભ દિવસે ગણેશ મંદિર, રામ પરિવાર મંદિર, રાધા-કૃષ્ણ મંદિર, માં દુર્ગા મંદિર, હનુમાન મંદિર, શનિ મંદિર, મોહનબાબા મંદિર અને રાવણ મંદિરમાં મૂર્તિ સ્થાપના કરવામાં આવશે.

અશોકાનંદજી મહારાજે જણાવ્યું હતું કે 11 ઓગષ્ટે લંકાપતિ રાવણના પિતા ઋષિ વિશ્રવાની તપોભૂમિ અને રાવણના જન્મસ્થળ એવા બિસરખમાં મૂર્તિ સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ધાર્મિક, સામાજીક અને ધાર્મિક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્વામી ચક્રપાણિ મહારાજ આ સમારંભમાં મુખ્ય અતિથિ બનશે.

Next Story
Share it