New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/00-5.jpg)
શ્રમજીવી મહિલા ચોથા માળેથી નીચે પટકાઈ.
મહિલા નું ઘટના સ્થળે મોત.
ભરૂચના કોલેજ રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગનાં ચોથા માળેથી પટકાતા શ્રમજીવી પરિવારની મહિલાનું મોત નીપજ્યું હતું.
ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામી રહેલ ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી એક મહિલા નીચે પટકાઈ હતી. જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આબનાવની જાણ થતા જ ભરૂચ સી-ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.હાલતો આ મહિલા શ્રમજીવી પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે.