ભરૂચમાં પાંચબત્તી ખાતે ભાજપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

New Update
ભરૂચમાં પાંચબત્તી ખાતે ભાજપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ વખતે ભાજપે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન સદસ્યતા નોંધણી માટે અભ્યાન હાથ ધરતા ભરૂચમાં પાંચબત્તી ખાતે ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી માટે નો કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન ના દક્ષિણ ઝોન ઇનચાર્જ રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ જિલ્લા મંત્રી દિવ્યેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ તંબાકુ વાળા શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં સદસ્યતા નોંધણી માટેના આ કાર્યક્રમમાં જોડાયા હતા.

જેમાં આવતાં-જતાં લોકો નો સંપર્ક કરી તેમના મોબાઈલ પર ભાજપની સદસ્યતા માટે જાહેર કરાયેલા નંબર પર કોલ કરી તેમની સદસ્યતા નોંધણી કરવા માં આવી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સરસ યાત્રા નો ઘણી માટે ત્રણ પર્યાય આપ્યા છે ...જેમાં પહેલા પર્યાય માં જાહેર કરાયેલ નંબર ઉપર મિસકોલ કરવાથી ઓનલાઈન ફોર્મ ખુલે છે... આ ફોર્મ ભરવાથી સદસ્યતા ની નોંધણી થાય છે જેમની પાસે સાદા મોબાઈલ કે તેઓ પણ અન્ય એક જાહેર કરાયેલા નંબર પર પોતાની માહિતી આપીને સદસ્યતા ની નોંધણી કરી શકે છે ત્રીજો પરંપરાગત રીતે ફોર્મ ભરી સદસ્યતા ની નોંધણી થઈ શકે છે.. ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા નોંધણી રીતે 3 પર્યાય આપી આગવો અભિગમ અપનાવતા આ વખતે વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય બને તેવો આશાવાદ બીજેપીના આગેવાનોએ વ્યક્ત કર્યો છે .. ભરૂચ ખાતે 11 વોર્ડના અને લોકોને સાથે રાખીને દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ હાથ ધર્યું છે.