ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની ૫૨મી વાર્ષિક સાધારણ સભા તથા સન્માન સમારોહ યોજાયો

New Update
ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની ૫૨મી વાર્ષિક સાધારણ સભા તથા સન્માન સમારોહ યોજાયો

ભરૂચના આંબેડકર ભવન હૉલ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા તથા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન હૉલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લાના માધ્યમિક શાળા કર્મચારીઓ દ્વારા સ્થાપિત કો. ઑ. ક્રેડિટ સોસાયટીની ૫૨મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધારણ સભા દરમિયાન ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓનું વિષેશ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિવિધ શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ વિદ્યાર્થી બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માધ્યમિક શાળા કર્મચારી સંઘના પ્રવિણસિંહ રણાએ જણાવ્યુ હતું કે, જે બાળકોએ નાનપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે, તેવા ૭૦ જેટલા બાળકોને આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે શૈક્ષણિક કિટનું વિતરણ કરતાં ઘણો જ આનંદ વ્યક્ત કરી રહ્યો છું. સાથે સાથે આવનાર એક વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ વિદ્યાર્થી બાળકોને તમામ શૈક્ષણિક સહાય કરવાની પણ બાહેંધરી આપતા ગર્વની લાગણી અનુભવતા હોવાનું તેમણે વ્યક્ત કરી બાળકો ઉત્તરોત્તર પ્રગતી કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.