ભરૂચ પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ ભરૂચ નગર પાલિકા દ્વારા કરાઈ વરસાદી કાંસની સાફસફાઈ

39

ભરૂચ શહેર માં દર વરસાદી ઋતુ માં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાય જતા હોવાની ફરિયાદ ના પગલે ભરૂચ નાગર પાલિકા દ્વારા ભરૂચ શહેર ની અંદાજીત ત્રીસ થી વધુ કાંસો ની સાફ સફાઈ માટે અંદાજીત પચાસ લાખ ઉપરાંત નું આંધણ કરવા છતાં વરસાદી કાંસો જામ થઈ જવાને કારણે શહેર ના મુખ્ય માર્ગો જળબંબાકાર ની સ્થિતિ યથાવંત રહેતી હોવાના આક્ષેપ વિપક્ષીઓ કરી રહ્યા છે.

ભરૂચ શહેર માં વરસાદી ઋતુ પૂર્વે ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેર માં આવેલ વરસાદી કાંસ જેવી કે નારાયણ એસ્ટેટ,સિદ્ધનાથ નગર,દાંડિયા બજાર, ધોળીકૂઈ, કસક, મક્તમપુર, શક્તિનાથ, લીંકરોડ, ફાટાતળાવ, મહંમદપુરા,ડભોઈયાવાડ,આલીડીગી વાડ,આલી કાછીયાવાડ સહીત ના વિવિધ વિસ્તારો માં ભરૂચ નગર પાલિકા દ્વારા દર વરસાદી ઋતુ પૂર્વે વરસાદી કાંસો ની સાફ સફાઈ કરાવી ને વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ન ભરાય રહે તે માટે ના આયોજન કરતા હોય છે.

પરંતુ ભરૂચ નગર પાલિકા દ્વારા વરસાદી કાંસ ની સાફ સફાઈ પાછળ દર વર્ષે અંદાજીત રૂપિયા પચાસ લાખ ઉપરાંત નો ખર્ચ કરવા છતાં ભરૂચ માં સામાન્ય વરસાદ વરસતા પણ ભરૂચ માં જળબંબાકાર નિર્માણ થાય છે.ત્યારે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે ભરૂચ માં વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ન ભરાય અને નીચાણ વાળા વિસ્તારો માં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભરૂચ નગર પાલિકાની હદ માં આવેલી વરસાદી કાંસોની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ વિપક્ષી હેમેન્દ્ર કોઠીવાલા એ આક્ષેપ કર્યાં હતા કે ભરૂચ નગર પાલિકા દર વરસાદી ઋતુ માં વરસાદી કાંસો ની સાફ સફાઈ કરાવવા પાછળ અંદાજીત પચાસ લાખ ઉપરાંત નું આંધણ કરવા છતાં ભરૂચ શહેર ના અનેક વિસ્તારો માં અને મુખ્ય માર્ગો પર જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થતું હોવાનો આક્ષેપ કર્યા હતા.જો કે આક્ષેપ કર્યા હતા કે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં પણ આવેલ વરસાદી કાંસો ની સાફ સફાઈ કરાવે તે જરૂરી છે.

જો કે જોવું રહ્યું કે ભરૂચ નગર પાલિકા ભરૂચ શહેર ની વરસાદી કાંસો ની સાફ સફાઈ કરાવવા પાછળ લાખો રૂપિયા નું આંધણ કરે છે પરંતુ ભરૂચ ના નીચાણવાળા વિસ્તાર એવા એલિસજીન વાવ,ગેલાની કુવા,પોલીસ હેડક્વાટર્સ સહિત ના વિવિધ વિસ્તારો માં આવેલ ઝુપડપટ્ટીઓ માં વરસાદી પાણી ભરાય જવાના કારણે કાચા મકાનો ધસી પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે ભરૂચ નગર પાલિકા એ ઝુપડપટ્ટી વિસ્તાર માંથી પસાર થતી વરસાદી કાંસો ની સાફ સફાઈ કરાવે તે જરૂરી બન્યું

LEAVE A REPLY