/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-264.jpg)
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ આગામી તા. 22 થી 27મી ઓગસ્ટ સુધી બંધ રહેશે જેને લઈને હરાજી સહિતની તમામ પ્રક્રિયાઓને પણ બંધ રાખવામા આવી છે. તો સાથે જ આગામી તારીખ 28થી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે. ત્યારે યાર્ડ વતી ખેડૂતોને રજાના દિવસો દરમિયાન માલ વહેંચાણ અર્થે યાર્ડમાં ન લાવવા વિનંતી પણ કરવામાં આવી છે
રાજકોટના બકાલા માર્કેટ દ્વારા રજાની તારીખો જાહેર કરવામાં આવતા આગામી તા. 22થી 26 ઓગસ્ટ દરમિયાન શાક માર્કેટ વિભાગ બંધ રહેશે. તોતા. 23 થી 26મી ઓગસ્ટ સુધી ડુંગળી અને બટાટા વિભાગ પણ બંધ રહેશે. એક તરફથી બકાલા માર્કેટ દ્વારા રજાની તારીખો જાહેર કરવામાં આવી છે. તો બિજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે વેપારીઓનું કહેવુ છે કે હાલ ટમેટા, કોબીચ અને દુધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારે જો આગામી 10 દિવસ સુધી વરસાદ ન પડે તો 25 દિવસ બાદ શાકભાજીની પુષ્કળ આવક થશે. તે બાદ જ શાકભાજીના ભાવ સામાન્યત થશે
આ ઉપરાંત સાતમ આઠમના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાંય સમયથી મંદીના માહોલમાં ફસાયેલા ઔદ્યોગીક એકમો દ્વારા પણ એક અઠવાડીયાની એટલે કે તા. 21થી 28મી ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે. આમ, 8 દિવસનું મિની વેકેશન ઔદ્યોગીક એકમોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટની જી.આઈ.ડી.સી., મેટોડા જી.આઈ.ડી.સી., શાપર વેરાવળ જી.આઈ.ડી.સી. અને હડમતાળા જી.આઈ.ડી.સી. બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે