લાલ ટાવર ઘડિયાળના ટકોરથી લોકોની ઊંઘ હરામ થાય છે:નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટની રજુઆત.

નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા રજવાડી નગરી છે.રાજપીપળામાં બે ટાવરો ખૂબ પ્રખ્યાત છે એક છે સફેદ ટાવર અને બીજો છે લાલ ટાવર.આ બન્ને ટાવરોમા રજવાડી સમયથી જ ઘડિયાળ ફિક્સ કરેલી હતી,પણ સમય જતાં એ બગડી ગઈ અને બંધ પડી ગઈ. રાજપીપળા પાલિકાએ શહેરના વિકાસમાં લાલ ટાવરની ઘડિયાળ ચાલુ કરવી,જે ઘડિયાળ દર કલાકે મોટા ટકોરા સાથે પોતાની હાજરીની શહેરીજનોને પ્રતીતી કરાવે છે. હવે આ ઘડિયાળના ટકોરા અને મ્યુઝિકથી અવાજ પ્રદુષણ થઈ રહ્યું હોવાનું જણાવી ટકોરા બંધ કરાવવા નર્મદા જિલ્લા બાર એસોસીએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરી છે.

પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે આ ઘડિયાળની પહેલાના જમાનામાં જરૂર હતી જ્યારે કોઈના ઘરમાં ઘડિયાળ નહોતી,અત્યારે તો લોકોના હાથમાં,ઘરોમાં અને મોબાઈલમાં ઘડિયાળ હોય જ છે.દર કલાકે આ ઘડિયાળના ટકોરા અને લાંબા મ્યુઝિકને લીધે અહીંના વૃધ્ધોની ઊંઘ હરામ થાય છે,ઉપરાંત અવાજ પ્રદુષણ અને અપૂરતી ઊંઘને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.જેથી લાલ ટાવર પર ઘડિયાળના અવાજનું પ્રદુષણ સદંતર બંધ કરવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here