/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/22212202/11-2.jpg)
શંકાસ્પદ ચીજવસ્તુ ભરીને જઇ રહેલા એક આઇશર ટેમ્પોને વડોદરા લોકલ ક્રાઈમ પોલીસે ઝડપી પાડી ટેમ્પોમાંથી રૂપિયા ૧૯ લાખ ઉપરાંતના શંકાસ્પદ ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી
હતી કે એક આઈશર ટેમ્પો નંબર એમ એચ - ૦૩ - સી પી - ૪૦૯૭ શંકાસ્પદ ગુટકાનો
જથ્થો ભરી સુરત તરફ જઇ રહ્યો છે મળેલી બાતમીના આધારે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ
પોલીસે ટેમ્પો કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકાપાસે આવેલી સતીમાતા હોટેલ પાસે આવતા
ટેમ્પોને રોકી ચાલકનું નામ પૂછતાં મોહમ્મદ કરમુલ્લા રાજનઅલી શેખ હાલ રહે. વાપી મૂળ
રહે. હસનપુર યુ. પી.નો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટેમ્પોમાં રહેલા ગુટકાના જથ્થાની તપાસ કરતાં કુલ બોરા નંગ ૬૦ કિંમત
રૂપિયા ૧૯,૪૪,૦૦૦ નો જથ્થો
જણાઇ આવતા પોલીસે આધાર બિલ પુરાવા માંગતા આઇશર ચાલકે ગલ્લાતલ્લા કરી ઉડાાઉ જવાબ
આપતા ઉપયોગ જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનું જણાતાં પોલીસે ગુટકાના જથ્થા
સહિત આઇસર ટેમ્પો કિંમત રૂપિયા ચાર લાખ તેમજ તાડપત્રી, રસ્સી, કેરેટ નંગ ૭૦, મોબાઇલ નંગ એક તથા રોકડા રૂપિયા ૩,૧૦૦ મળી કુલ રૂપિયા ૨૩,૫૬,૧૦૦
નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર
કરાવેલ છે.