રાજ્યભરમાં ખાતરની થેલીમાં વજન બાબતે ઠેર ઠેર ખેડૂતો દ્વારા બૂમો

વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા કોંગી કાર્યકરો તેમજ ખેડૂતોને સાથે રાખી જનતા રેઇડ કરી

ખેડુતોને સાથે રાખી ખાતર મુદ્દે એક આવેદનપત્ર પણ મામલતદારને સુપ્રત

રાજ્યભરમાં ખાતરની થેલીમાં વજન બાબતે ઠેર ઠેર ખેડૂતો દ્વારા બૂમો ઉઠવા પામી છે અને સરકારે પણ ખાતરના મુદ્દાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા કોંગી કાર્યકરો તેમજ ખેડૂતોને સાથે રાખી જનતા રેઇડ કરી હતી.

વાઘોડિયા બજાર સમિતિ ખાતે આવેલ જી.એસ.એફ.સીના ખાતરના ગોડાઉન પર ખેડૂતોએ ખાતરની બેગનું વજન કરાવતા વજન ઓછું નીકળતા ખેડૂતોએ હોબળો મચાવ્યો હતો. વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોને સાથે રાખી ખાતર મુદ્દે એક આવેદનપત્ર પણ મામલતદારને સુપ્રત કર્યું હતું. હાલ તો ખાતરના વજનનો સમગ્ર મુદ્દો ગુજરાતભતમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here