Top
Connect Gujarat

શિનોર : દિવેર ગામ નજીક પસાર થઇ રહેલી કેનાલમાં ન્હાવા પડેલા ચાર મિત્રો તણાયા, એકનું મોત

શિનોર : દિવેર ગામ નજીક પસાર થઇ રહેલી કેનાલમાં ન્હાવા પડેલા ચાર મિત્રો તણાયા, એકનું મોત
X

શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં ચાર મિત્રો ન્હાવા ગયા હતા. પરંતુ કેનાલમાં પાણીનો ભારે પ્રવાહ હોવાના કારણે ચારેય મિત્રો પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા.

પાણીના પ્રવાહમાં ખેચાઇ રહેલા ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જ્યારે આરીફ નામનો યુવક જે પાણીના ભારે પ્રવાહમાં ખેંચાઇ જતા યુવાનને બે કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવાનને પ્રાઇવેટ વાહનમાં સાધલી સામુહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. વધુ સારવાર અર્થે યુવાનને ૧૦૮ મારફતે વડોદરા ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવાનના મોતના પગલે સાધલીમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

Next Story
Share it