/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-28.jpg)
આજરોજ સંત શ્રી જલારામ બાપાની 220મી જન્મ જયંતિ નિમિતે વીરપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો રાજ્યભરમાં ઠેક ઠેકાણે વિવિધ જલારામ ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શિરોમણી પૂ.
જલારામ બાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં સવંત 1856 કારતક
સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો. જ્યાં ટુકડો, ત્યાં
હરિ ઢુકડોના મંત્ર દ્વારા સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં જેની ખ્યાતિ છે, તેવા સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 220મી
જન્મ જયંતિ ઉજવાય રહી છે, ત્યારે બાપાના દર્શન કરી
આશીર્વાદ લેવા માટે વિરપુર ખાતે મોટી સાંખ્યમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. જય
જલિયાણના નાદ સાથે દિવસભર જલારામ બાપાની 220મી જન્મ
જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. બાપાના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી ભક્તોનો
પ્રવાહ અવરીત વહ્યો હતો. જ્યારે દર્શન માટે ભક્તો મોડી
રાતથી જ કતારમાં ઉભા રહી ગયા હતા.
તો જામનગર શહેરમાં ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર લોહાણા સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ સમિતિ દ્વારા જય જલારામ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી લોહાણા સમાજ દ્વારા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
સંત શ્રી જલારામ બાપાની 220મી જન્મ જયંતિ નિમિત્તે ખાસ કરીને લોહાણા સમાજમાં
ઉત્સાહનો માહોલ છે. ત્યારે સુરત શહેરમાં વસતા
લોહાણા સમાજ દ્વારા બાપાની જન્મ જયંતી નિમિત્તે ભજન કીર્તન તેમજ ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ગોપીપુરા સ્થિત બૂંડેલાવાડ ખાતે 80 વર્ષ જૂના જલારામ મંદિરમાં બાપાની જન્મ જયંતીની ભવ્ય
ઉજવણી કરવામાં આવી હતી. વીરપુર મંદિરની હુબહુ પ્રતિકૃતિ સુરતના ગોપીપુરા સ્થિત
મંદિરમાં બનાવવામાં આવી છે. જલારામ બાપાને
ભવ્યથી ભવ્ય શણગાર કરી છપ્પનભોગની અલગ
અલગ મીઠાઈ અને વાનગીઓ પણ ધરાવવામાં આવી. જલારામ બાપાના દર્શન
અને એક ઝલક મેળવવા વહેલી સવારથી મંદિરની બહાર દર્શન માટે
ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.