Connect Gujarat
ગુજરાત

સગી માતાએ પોતાની પુત્રીને સોંપી પ્રેમીના હવાલે, 5 વર્ષ સુધી પિંખાતો રહ્યો બાળકીનો દેહ

સગી માતાએ પોતાની પુત્રીને સોંપી પ્રેમીના હવાલે, 5 વર્ષ સુધી પિંખાતો રહ્યો બાળકીનો દેહ
X

રાજકોટ શહેરમાં દીકરી માટે પોતાની માતા જ હેવાન બની તેના પર બળાત્કાર કરાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદવિસ્તારમાં આ પ્રકારની ચકચારી ઘટના બની છે.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એક વિસ્તારમાં ભોગ બનનાર પિતાની દીકરીને તેની માતાએ જ તેના પ્રેમીના હવાલે કરી દીધી હતી. આરોપી છેલ્લા 5 વર્ષથી કિશોરી પર બળાત્કાર ગુજારતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. કિશોરીની ઉંમર માત્ર 10 વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને તે સમયે તેમના મકાનમાં રહેતા અને તેના પ્રેમી વિપુલ પરસાણા નામના વ્યક્તિ સાથે શારિરીક સબંધ બાંધવાનું કહ્યું હતું.

ત્યાર બાદ આરોપી વિપુલે કિશોરી સાથે સતત 5 વર્ષ સુધીમરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. પોતાના પર સતત થતા શરીરિક અત્યાચારથી ત્રસ્ત થઈ જઈ કિશોરીએ ઘરમાં કામ કરતાં નોકરનો સંપર્ક કરી અન્ય સ્થળે બહાર રહેતા તેના પિતાને આ બાબતની જાણ કરતાં સમાચાર મોકલાવ્યા હતા. ત્યાર બાદ આ મામલમાં પોતાની દીકરી સાથે થતાં દુષ્કર્મ અંગે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પિતા દ્વારા આ સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાવતાં પોલીસે પીડિતની માતા અને તેના પ્રેમી વીપુલ પરસાણાને ઝડપી પાડી પોકસો કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story