New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/e52c1fed-5429-4675-9fa2-a2c7dd1fd92c.jpg)
બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોનીની આગામી ફિલ્મ તેરા ઇંતજારમાં તેમની સાથે ફિલ્મ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન પણ જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ કચ્છ અને વિદેશમાં કરવામાં આવશે. સન્ની પોતાની આ ફિલ્મને લઇને ઘણી ઉત્સાહિત છે. મુકેશ અને મહેશ ભટ્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મ એક રોમાન્ટિક થ્રીલર છે.
પોતાની પ્રથમ ફિલ્મમાં નેગેટીવ રોલ કર્યા બાદ વર્ષો પછી અરબાઝ ખાન તેરા ઇંતઝારમાં નેગેટિવ ભૂમિકામાં નજર આવશે. તેમણે તેરા ઇંતઝારના સેટ પર મીડિયા સાથે વાત કરીને આ અંગેની જાણકારી આપી હતી.
ફિલ્મમાં સન્ની લિયોની અને અરબાઝ ખાન ઉપરાંત આર્ય બબ્બર, સુધા ચંદ્રન અને સલિલ અંકોલા જેવા કલાકારોએ કામ કર્યું છે.