Top
Connect Gujarat

સુરત : સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગના બનાવમાં મુત્યુ આંક ૨૧ થયો

સુરત : સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગના બનાવમાં મુત્યુ આંક ૨૧ થયો
X

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં ટ્યુશન કલાસીસના બાળકો જીવ બચાવવા ત્રીજા માળેથી કુદકો મારતા નજરે ચડ્યા હતા.તો બીજી તરફ ગંભીર થયેલા બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જ્યાં બાળકોની હાલ સારવાર ચાલી રહી છે. બીજી તરફ ફાયરની ૧૦ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જો કે બિલ્ડીંગમાં ફાયર સેફટી છે કે નહિ તે તપાસનો વિષય છે. પરંતુ આટલી મોટી દુર્ઘટનાને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. આગ લાગ્યાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને બનાવને લઈને તેઓ પણ ચિંતામાં હતા. ફાયર પાસે અપૂરતી સુવિધાઓ હતી. જેના કારણે રેસ્ક્ક્યું પણ તરત થઇ શક્યું ના હતું .

આ ઘટનામાં મૃત્યુઆંક ૨૧ પર પહોચ્યો છે. ૨૧ બાળકોના મોત નીપજતા સુરત સહીત દેશમાં ભરમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ઘટના સ્થળે મેયર, ધરાસ્ભ્ય્યો,પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.

મૃતકોમાં એક 50 વર્ષની વ્યક્તિને બાદ કરતાં તમામ 18થી 25 વર્ષની અંદરના છે. મૃતદેહો આગમાં ભડથું થઈ ગયા હોવાથી ઓળખ કરવી પણ અઘરી બની રહી છે. મૃતકના પરિવરજનો મૃતદેહોની ઓળખ માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભારે હૈયે વિલાપ કરતાં જઈ રહ્યાં છે. તો કેટલાક માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું. સમગ્ર મામલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આગની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, દુર્ઘટનાની તપાસ થશે. જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. હાલ ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તેની તકેદારી રખાઇ રહી છે.

Next Story
Share it