Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અવાતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા પુન: કાર્યાંવિત કરાઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અવાતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા પુન: કાર્યાંવિત કરાઇ
X

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અવાતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા એક ખાનગી એજન્સી હેરિટેજ એનિવેશનને કોન્ટ્રાકટ આપીને શરૂ કરી હતી. આ સેવા ડિસેમ્બરમાં શરૂ થઇ ત્યારથી સતત ચાલુ રહી હતી અને આ સુવિધા છેલ્લા ૪ મહિનાથી કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી હતી.

જે બાબતના એહવાલો સમાચાર માધ્યમો દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર પણ જાણે નિદ્રા માંથી જાગી હોઈ તેમ આ સુવિધા ફરી ધધમતી કરવામાં આવી છે. ત્યારે મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને આ સુવિધા કાયમ માટે ચાલુ રહે તેમ પ્રવાસીઓ પણ ઇચ્છવા સાથે માંગ કરી રહ્યા છે.

Next Story
Share it