હેપ્પી બર્થ ડે ટુ સોનાક્ષી સિન્હા

New Update
હેપ્પી બર્થ ડે ટુ સોનાક્ષી સિન્હા

આજે દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનો જન્મદિન છે. શોર્ટગન શત્રુઘ્ન સિન્હાની આ પુત્રીનો જન્મ 2 જૂન, 1987ના રોજ મુંબઇમાં થયો હતો.

ફિલ્મ 'દબંગ'થી સલમાન ખાન સાથે બોલિવૂડમાં પ્રવેશનાર સોનાક્ષીએ પોતાની કારકિર્દીની શરૂઆત કોશ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કરી હતી. 2005માં આવેલી ફિલ્મ 'દિલ દેકે દેખો'માં કોશ્ચ્યુમ ડિઝાઇનતર તરીકે કામ પણ કર્યું હતું. 2010માં આવેલી તેની પ્રથમ ફિલ્મ 'દબંગ'માં રોલ કરવા માટે સોનાએ 30 કિલો વજન ઉતાર્યું હતું. પોતાની પ્રથમ ફિલ્મમાં જ સોનાક્ષીએ અભિનય બાબતે સલમાન ખાનને બરાબરની ટક્કર આપી હતી. 'દબંગ' માટે સોનાક્ષીએ બેસ્ટ ફિમેલ ડિબેટનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો.

તેની અન્ય સફળ ફિલ્મોમાં 'દબંગ-2', 'રાઉડી રાઠોડ', 'આર...રાજકુમાર' વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મ 'લુટેરા'માં ટીબી પેશન્ટનું પાત્ર સોનાએ ખૂબ સરસ રીતે નિભાવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો કંઇ ઉકાળી શકી નહી પરંતુ ફિલ્મમાં સોનાક્ષીના અભિનયના ખૂબ જ વખાણ થયા.

મુંબઇમાં જન્મેલી સોનાક્ષીએ શાળાકીય અભ્યાસ તેમજ ગ્રેજ્યુએશન પણ મુંબઇમાંથી કર્યું છે. સોનાક્ષીને બે મોટા ટ્વિન્સ ભાઇઓ લવ અને કુશ છે.