Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં બિલ્ડિંગ ધરશાયીની ઘટના બાદ સુરતમાં પણ આવી ઘટનાની રાહ જોતું તંત્ર

અમદાવાદમાં બિલ્ડિંગ ધરશાયીની ઘટના બાદ સુરતમાં પણ આવી ઘટનાની રાહ જોતું તંત્ર
X

સાત વર્ષ પહેલાં બનેલા આવાસ ખખડધજ બની જતાં લોકો બીકનાં માર્યા ઝુંપડામાં રહેવા આવી હતી

અમદાવાદનાં ઓઝવ વિસ્તારમાં ઈન્દિરા ગરીબ આવાસના નામે બનાવેલા મકાનો પૈકીનાં બે બ્લોક ધરાશાયી થયાં છે. ત્યારે સુરતનાં ભેસ્તાન વડોદ ખાતે મનપા દ્વારા બનાવમાં આવેલ સરકારી આવસની દુર્દશા જે ક્યારે પણ ધરાશાયી થઈ શકે છે તેમ છે. ત્યારે ભવિષ્યમાં આવી કોઈ હોનારન ન સર્જાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ભેસ્તાન વડોદ ખાતે મનપા દ્વારા કુલ 20 ઇમારતો બનવામાં આવી હતી જ્યાં કુલ 640 મકાનો આવેલ છે જ્યાં અનેક પરિવારો રહે છે. આ સરકારી આવાસ 4 વર્ષમાં ખંડિત થઈ ગયા છે. સરકારી આવાસની છતો માંથી બારે માસ પાણી ટપકતું હોય છે અને બિલ્ડીંગના છતોના સ્લેબ પડવાની ઘટના બની રહી છે. જયારે સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર ના લીધે ટપકતા પાની અને બિલ્ડીંગ ના સ્લેબ પડતા આવાસમાં રહેવા લોકો મજબૂર છે. આ સરકારી બિલ્ડીંગ નું કામ ખૂબક હલકી કક્ષાનું કરવામાં આવેલ હોય એ નજરે દેખાય છે.

રામ ભરોસે રહેતા લોકોએ સરકારી આવસની સ્થિતિને લઈ મનપા અધિકારી સહિત કલેક્ટર ને રજુવાત કરી છે. પણ આજ દિન સુધી મોતના મકાનમાં રહેતા લોકોને કોઈ સુવિધા પુરી પાડવામાં આવી નથી.

આ બાબતે સ્થાનિક કોંગ્રેસી નગર સેવકે સતીશ પટેલ દ્વારા મનપા કમિશનર અને મેયરને રજુઆત કરવા આવ્યા છે તેમે જણાયું હતું, સાત વર્ષ પહેલાં બનાવામાં આવેલ આવસ છે જ નહીં ખાલી બિલ્ડિંગ ઉભી કરવામાં આવેલ છે. આવાસ માં રહેલા લોકો અવે ઝુંપડામાં રહેવા આવી ગયા છે. આવાસમાં ખુબજ હલકી કક્ષાનો મટિરિયલ વાપરવામાં આવ્યો છે

સાત વર્ષ પહેલાં બનાવમાં આવેલ ભ્રષ્ટાચારી હલકી કક્ષાના આવાસમાં સ્લેબ પડવાની ઘટનાને લઈ અનેક લોકોએ આવસની બહાર જ ઝોપડ બનાવીને રહેવા મજબૂર બન્યા છે જ્યારે જોઉં એ રહીયું કે સરકાર આવસ પડવાની ઘટના બાદ જાકસે કે પછી એના પહેલા કોઈ સુધી પુરી પાડશે તે જોવું જ રહ્યું.

Next Story