Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા પર ફરીથી ઉઠ્યા સવાલ, 23 વર્ષીય પરિણીત યુવતીને છેડતી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાના દાવા પોલીસ કરી રહી છે ત્યારે હવે મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી નથી.

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા પર ફરીથી ઉઠ્યા સવાલ, 23 વર્ષીય પરિણીત યુવતીને છેડતી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
X

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાના દાવા પોલીસ કરી રહી છે ત્યારે હવે મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી નથી. તેવામાં ફરીવાર એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પથ્થરકુવા વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીની તેના પરિચિત એક આધેડે ઘરમાં ઘૂસીને છેડતી કરી છે. આધેડે ઘરમાં ઘૂસીને યુવતીના ગાલ પકડી લીધા હતા. જેથી યુવતીએ ધક્કો મારતા આધેડ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરના પથ્થર કુવા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીત યુવતી પતિ તથા સાસુ,સસરા અને તેના બાળક સાથે રહે છે. યુવતી બપોરે ઘરે હાજર હતી ત્યારે તેમના પરિવારનો પરિચિત આધેડ તેની પાસે આવ્યો હતો. આધેડ યુવતી ના ઘર પાસે આવીને તેના સાસુ વિશે પૂછ્યું ત્યારે સાસુ ના હોવાનું કહેતા આધેડ જતો રહ્યો હતો. ત્યાર બાદ 15 મિનિટ બાદ ફરીથી આધેડ યુવતીના ઘરમાં ઘૂસી આવ્યો હતો. યુવતી રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે અચાનક જ પાછળથી આધેડે યુવતીના બંને ગાલ પકડી લીધા હતા. એટલું જ નહીં પરંતુ આધેડે યુવતીના ગાલ દબાવીને ફલાઈંગ કિસ આપી હતી.આધેડની કાંડા ઘડિયાળ બતાવી હતી અને યુવતીને કહ્યું કે તારા સારા માટે લાવ્યો છું. આધેડે ઘડિયાળ યુવતીના જમણા હાથમાં ઘડિયાળ મૂકીને હાથનો સ્પર્શ કર્યો હતો.યુવતીએ કહ્યું કે તમે મારા બાપની ઉંમરના છો તો આધેડે પેન્ટ ની ચેન ઉતારી યુવતીની લાજ લેવાના ઈરાદાથી બિભત્સ ચેનચાળા કરવાના શરૂ કર્યા. યુવતીએ આધેડને ધક્કો મારી દીધો હતો ઘરની બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો તે પહેલાં આધેડ ઘરની બહાર નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ સસરા અને પતિને જાણ કરીને કારંજ પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Story