Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો ફફડાટ, સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જામનગર થી પણ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે

સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જામનગર થી પણ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારથી રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે.અમદાવાદમાં જો ઓમિક્રોનના વધુ કેસ સામે આવે તો દર્દીઓને આ અલાયદા વોર્ડમાં રાખવાની અને સારવાર આપવાની તૈયારી અમદાવાદ સિવિલમાં કરવામાં આવી છે. રાજ્યમાં મળી આવેલા ઓમીક્રોન વાયરસ મામલે અમદાવાદમાં આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ માં ઓમીક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમીક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે. હાલ 25 પથારીઓ ઓમીક્રોન વોર્ડમાં ઉભી કરવામાં આવી છે.વોર્ડમાં વેન્ટિલેટર,ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓમીક્રોનનું સંક્રમણ વધ્યું તો કોઈપણ સ્થિતિ પહોંચી વળવા પ્રશાસન એલર્ટ મોડ પર છે.આ વોર્ડ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે

Next Story