અમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહની મુશ્કેલીમાં વધારો, જુઓ પત્નીએ વધુ એક નોટિસ પાઠવી શું ચીમકી આપી

કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની વચ્ચેનો વિવાદ, રેશ્મા પટેલે વધુ એક નોટિસ પાઠવી

New Update

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે તેમના પત્ની રેશ્મા પટેલે વધુ એક નોટિસ પાઠવી ભરતસિંહની મિલકતમાં તેમનો ભાગ હોવાનું જણાવ્યુ છે અને કોઈને પણ એ મિલકત ન ખરીદવા અપીલ કરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ વધી રહી છે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ જગ જાહેર બન્યો છે. ત્યારે ભરત સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી છે. આ નોટિસમાં તેમણે ભરતસિંહ સોલંકીની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું જણાવ્યું છે અને પોતાનો ભાગ હોવાથી કોઈએ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે અને જો કોઈ મિલકત ખરીદી કરશે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી છે એટલું જ નહીં ભરતસિંહ સોલંકીની પત્નીએ નોટિસમાં જણાવ્યું છે કે તેમના પતિ ભરતસિંહ સોલંકીએ મનીષા અને અન્ય ખાતામાં 3 લાખ ડોલર જમા કરાવ્યા છે અને આ ડોલર તેમના એકાઉન્ટમાં હતા અને જાણ કર્યા વગર અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જાહેર નોટીસ માં ઉલ્લેખ કરાયો છે કે ભરત સોલંકીએ તેમને ઘરમાંથી કાઢી મુકતા તેઓ અમેરિકા જતાં રહ્યા છે. તમામ લોકો નાણા પરત કરે તેવી અપીલ પણ જાહેર નોટીસ માં કરવામાં આવી છે.રેશ્માબેન પટેલ અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમને ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલ આક્ષેપ લગાવ્યો હતો.મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ મિલકતમાં ભાગ હોવાનું જાહેર નોટિસ મોકલી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.