Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: CID ક્રાઈમ અને પોલીસે ખાસ ડ્રાઈવ યોજી ગુમ થયેલા 151 લોકોને પાંચ જ દિવસમાં શોધી કાઢ્યા

અમદાવાદમાં CID ક્રાઇમના મિસિંગ સેલ દ્વારા માત્ર પાંચ જ દિવસમાં 151 જેટલા ગુમ થયેલા વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે.

X

અમદાવાદમાં CID ક્રાઇમના મિસિંગ સેલ દ્વારા માત્ર પાંચ જ દિવસમાં 151 જેટલા ગુમ થયેલા વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં બાળકોથી લઈને મૃત વ્યક્તિનો પણ સમાવેશ થઇ રહ્યો છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાંથી જ મોટાભાગના બાળકો ગુમ થયા હોવાનું CID ક્રાઇમે જણાવ્યું છે. શહેરમાંથી છેલ્લા 14 વર્ષમાં કુલ 1728 જેટલા વ્યક્તિ ગુમ થયેલા હોવાની વાત પોલીસ ચોપડે નોંધાયેલી હતી જેમાં 25-10-2021 થી 30-10-2021 સુધીમાં કુલ 151 વ્યક્તિને CID ક્રાઇમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.

શહેરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે CID ક્રાઇમના મિસિંગ સેલ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવનું ખાસ કરીને દર ત્રણ મહિને આયોજન કરવામાં આવતું હોય છે. CID ક્રાઇમે શહેરના 18 પોલીસ સ્ટેશનમાંથી 2007 થી 2021 સુધી મિસિંગ બાળકનો ડેટા મેળવ્યો હતો. આ માટે CID ક્રાઇમની 25 જેટલી ટીમ કામ કરી રહી હતી. વર્ષ 2020 અને 2021 જ્યારે દેશ કોરોના મહામારીના લપેટામાં હતો ત્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ઘટના બની છે. સપ્ટેમ્બર 2021 સુધી 255 છોકરાઓ અને 407 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી પોલીસ દ્વારા માત્ર 113 છોકરાઓ અને 193 છોકરીઓને શોધવામાં આવ્યા છે. કુલ 662 બાળકોમાંથી હજી 306 બાળકો ખોવાયેલા છે.

Next Story
Share it