Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજયમાં આગામી બે દિવસ કોરોના રસીકરણ રહેશે બંધ

રાજ્યમાં આગામી બે દિવસ વેક્સીનેશન પ્રક્રિયા બંધ, જન્માષ્ટમીની રજાના પગલે લેવાયો નિર્ણય.

X

રાજ્યમાં આગામી બે દિવસ 29 અને 30 ઓગસ્ટ સુધી વેક્સીનેશન પ્રક્રિયા બંધ રહેશે.જન્માષ્ટમીની રાજાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં કુલ 4.45 કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોનાની રસી અપાઈ છે.

સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી ત્યારે કોરોના વાયરસને માત આપવા લોકો વેક્સીન લઇ રહ્યા છે જેથી કોરોના મહામારીનો સામનો કરી શકાય. જેમાં કરોડોની સંખ્યામાં વેક્સિનેશન થઇ ચૂક્યું છે પરંતુ ગુજરાતમાં આગામી બે દિવસ 29 અને 30 ઓગસ્ટ સુધી વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રાખવામાં આવશે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 4.45 કરોડ લોકોને રસી અપાઈ છે.

તથા 3.34 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ચુક્યો છે. અને બંને ડોઝ લેનારાઓની સંખ્યા 1.10 કરોડ ઉપર પહોંચી છે. જન્માષ્ટમીની રાજાઓને પગલે આગામી બે દિવસ સુધી વેક્સીનેશન પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story