Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશની અર્થવ્યવસ્થા બગાડવાનો કારસો, 13 બેન્કમાંથી મળી આવી લાખો રૂપિયાની નકલી નોટ...

1562 જેટલી નકલી નોટ મળી આવી છે. જેમાં 10, 20, 100, 200 લઈને 2000 રૂપિયા સુધીની નોટનો સમાવેશ

અમદાવાદ : દેશની અર્થવ્યવસ્થા બગાડવાનો કારસો, 13 બેન્કમાંથી મળી આવી લાખો રૂપિયાની નકલી નોટ...
X

અમદાવાદમાં નકલી નોટોનું રેકેટનકલી નોટોનું રેકેટફરીથી એક્ટિવ થયું હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ વખતે આ ગુનેગારોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને હવે બેન્કમાં જ નકલી નોટો ઘુસાડવાનું શરૂ કર્યું છે, ત્યારે 13 જેટલી જુદી જુદી બેન્કમાંથી નકલી નોટો મળતા ખળભળાટ મચી ગયો છે. મોટા પાયે દેશ અને રાજ્યને આર્થિક નુકશાન પહોંચાડવાના કાવતરા સાથે આ નકલી નોટ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હરકતમાં આવી છે.

અમદાવાદમાં કોરોના કાળમાં પણ લોકડાઉન દરમ્યાન વિવિધ બેન્કમાં નકલી નોટો મળી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે વધુ એકવાર 1562 જેટલી નકલી નોટ મળી આવી છે. જેમાં 10, 20, 100, 200 લઈને 2000 રૂપિયા સુધીની નોટનો સમાવેશ થાય છે. જે નકલી નોટો મળી છે તેની કુલ કિંમત 56.12 લાખની થવા જઈ રહી છે. બજારો બાદ હવે બેન્કમાં પણ નકલી નોટો આવી રહી છે, ત્યારે સવાલ થાય છે કે, જો બેન્કમાં આટલી બધી ડુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય, તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. હવે ચોકસાઈ અને સાવધાન રહેવા એક જ રસ્તો છે કે, કોઈપણ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા ચલણી નોટો અંગે તપાસ કરી લેવી જોઈએ. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચને એવી પણ શંકા છે કે, આમાં બેન્કના માણસોની પણ ક્યાકને ક્યાક સંડોવણી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે તમામ બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

Next Story