Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બીઆરટીએસ બચાવવા ઈ રીક્ષા પ્રોજેક્ટ,વાંચો કેમ લેવાયો નિર્ણય !

અમદાવાદમાં BRTS બસ સેવાને મરતી બચાવવા ઈ-રિક્ષા પ્રોજેક્ટ દ્વારા નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવશે

અમદાવાદ: બીઆરટીએસ બચાવવા ઈ રીક્ષા પ્રોજેક્ટ,વાંચો કેમ લેવાયો નિર્ણય !
X

અમદાવાદમાં BRTS બસ સેવાને મરતી બચાવવા ઈ-રિક્ષા પ્રોજેક્ટ દ્વારા નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવશે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં BRTS રૂટ પર 300 જેટલા ઇ-રિક્ષાઓ મૂકવામાં આવશે.આવનારા દિવસોમાં આ ઈ રીક્ષા શરુ કરવામાં આવશે.શહેરમાં નારણપુરા, શિવરંજની, રાણીપ, ઓઢવ અને ચંડોળા એમ કુલ પાંચ જેટલાં જંકશનના રૂટ પર પહોંચવા માટે હાલમાં પ્રાથમિક ધોરણે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે સફળતા મળતા અન્ય રૂટ પર ઇ-રિક્ષા મૂકવામાં આવશે. ઇ-રિક્ષામાં માત્ર 4 જ વ્યક્તિ બેસી શકશે અને પ્રતિ પેસેન્જર દીઠ માત્ર 10 રૂપિયા ભાડું જ નક્કી કરવામાં આવ્યું છે, જેથી હવેથી BRTS રૂટ સુધી લોકો સરળતાથી પહોંચી શકશે સ્થાનીય તંત્ર માની રહ્યું છે કે ઈ રિક્ષાના પ્રોજેક્ટ થી સામાન્ય શહેરીજન બીઆરટીએસનો ઉપયોગ કરતા થશે વર્ષ 2021માં ગુજરાતની કંપની દ્વારા અમદાવાદના BRTS બસ સ્ટેન્ડ શિવરંજની ચાર રસ્તાથી પ્રહલાદનગર ગાર્ડન સુધી 6 ઈ-રિક્ષા મૂકવામાં આવી હતી. એને સફળતા મળતા અલગ-અલગ 10 રૂટ પર કુલ 60 જેટલી રિક્ષા ચલાવવામાં આવી હતી ત્યારે હવે વધી ઈ રીક્ષા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Next Story