Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વ્રારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું

રાહુલ ગાંધીને રાજ્યસભા પદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

X

રાહુલ ગાંધીના સભ્યપદ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકારની વિવિધ નીતિની ટીકા કરવામાં આવી હતી

રાહુલ ગાંધીને રાજ્યસભા પદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા પણ આજે અમદાવાદના લાલ દરવાજા ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેની અંદર કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જે પ્રમાણે જનતાનો અવાજ બનીને લોકસભાની અંદર તેમના પ્રશ્નોની વાચા આપે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ-દામ અને દંડની નીતિ અપનાવીને તેમનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે

Next Story