Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો, 1200 એકમોને તંત્રએ નોટિસ ફટકારી

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો, 1200 એકમોને તંત્રએ નોટિસ ફટકારી
X

અમદાવાદમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા જ ઠેર ઠેર મચ્છરજન્ય રોગોના કેસનું પ્રમાણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડ જોવા મળી રહી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણમાં વધારો થયો હોવાથી અનેક એકમો પર ચેકિંગ હાથ લેવામાં આવ્યું. જેમાં 1200 એકમોને નોટિસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો ખાસ કરીને બાળકોમાં પણ પાણી કારણે મચ્છર જન્ય રોગમાં ભારેખમ વધારો જોવા મળ્યો છે .

જ્યારે બીજી બાજુ ડેન્ગ્યુ,મેલેરિયા જેવા કેસોમાં સામે આવી રહ્યા છે મેટ્રો રેલની કામગીરી ના સ્થળે મચ્છરજન્ય રોગ વધારે જોવા મળી આવે છે કારણે કે મેટ્રોની કામગીરી માં વેડફાયેલી પાણીનો ભરાવ થવાથી આ રોગનું પ્રમાણ પણ વધ્યું છે. અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતા ઠેરઠેર મચ્છર જન્ય રોગમાં ભારે વધારો જોવા મળ્યો છે.અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા જેવા રોગોમાં વધારો જોવા મળ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી નોંધાયેલા 65 જેટલા માત્ર ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતા.

શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે સર્વે કરતા ગોતા, ચાંદલોડિયા, સરખેજ, થલતેજ, નરોડા, રાણીપ જેવા વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છર હોવાનું બહાર આવ્યું છે સાથે અલગ અલગ 2300 એકમોનું ચેકીંગ કરવામાં આવ્યું. જેમાં 1200 એકમોને નોટિસ પણ ફટાકડામાં આવી હતી જેમાંથી 31 લાખનો દંડ કરવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન સાઈડ 176 માંથી 76 નોટિસ પાઠવી રૂપિયા 3,38,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.જયારે 3 લાખથી વધુ મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.

Next Story