Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા એકતાના શપથ

એકતા દિવસના પુર્વ દિને અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો ..

X

તારીખ 31મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની સાથે રાષ્ટ્રીય એકતા દિવસની પણ ઉજવણી કરાશે ત્યારે એકતા દિવસના પુર્વ દિને અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો ..

કેન્દ્ર સરકાર આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આવતી કાલે દેશભરમાં સરદાર પટેલ જન્મ જ્યંતી ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસના એક દિવસ પહેલા રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ યોજાઈ રહયા છે અમદાવાદ ખાતે પણ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી આઈપીએસ અને પોલીસકર્મીઓએ એકતા શપથ લીધા હતાં. શહેરના એડિશનલ સીપી મયંકસિંહ ચાવડા પોલીસકર્મીઓને રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે શપથ લેવડાવ્યા હતાં.અમદાવાદ સહિત રાજ્યભરના પોલીસ મથકોમાં આજે એકતાના શપથ કાર્યક્રમ યોજાયો હતો.

Next Story