Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પિયરથી પત્ની સાસરીમાં પરત આવતા HIV ટેસ્ટ કરાવવા કર્યું દબાણ

અમદાવાદ : પિયરથી પત્ની સાસરીમાં પરત આવતા HIV ટેસ્ટ કરાવવા કર્યું દબાણ
X

અમદાવાદ કારંજ માં રહેતી એક પરિણીતાને તેના સાસરિયા વિરુદ્ધ દહેજની માગણી કરતી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પરિણીતાના લગ્ન ખેડા માં રહેતા યુવક સાથે કરવામાં આવ્યા હતા. સાસરિયા વાળા મહિલા દહેજ લાવવાનું કહી માર મારી ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, એકવાર મહિલા તેના પિયર માંથી પરત આવી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ પતિએ HIV ટેસ્ટ કરવાનું કહેતા પહેલા મગજ પર ગંભીર અસર પણ થઈ હતી. મહિલાએ ત્રિપલ તલાક આપનાર પતિ સહિતના લોકો સામે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં કારંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2008માં ખેડા જિલ્લામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પતિ કામધંધો ન કરીને પરિણીતાને ત્રાસ આપતો હતો. બીજી બાજુ સાસુ પરિણીતાને કહેતા કે, કામ ધંધા અર્થે મારા છોકરાને તારે કંઈ કહેવું નહીં અને પિયરમાંથી દહેજ લાવવા માટે દબાણ કરતા હતા. જેઠ પણ પરિણીતાને કહેતો કે, તારી માએ મારા ભાઈ ને ખોટી બલા પકડાવી દીધી છે. એક દિવસ સાસરિયાઓએ પરિણીતાને કહ્યું કે, તારા કરતાં મારા દીકરાને સારી કન્યા મળતી હતી અને દહેજમાં 100 તોલા સોનાના દાગીના મળતા હતા તેમ કહીને દહેજ લાવવા દબાણ કરતો હતો. થોડા દિવસ માટે પરિણીતા પિયરમાં બાળકો સાથે રહેવા ગઇ હતી. ત્યાંથી પરત સાસરીમાં આવી ત્યારે પતિએ તેણે કહ્યું કે, તું એચઆઇવી ટેસ્ટ કરાવી દે. બીજી બાજુ, પરિણીતાના દાગીના પતિએ લઇ લીધા બાદમાં સાસરિયાઓએ વેચી દીધા હતા.

પરિણીતાએ પોતાના સંતાનોને દૂધ અને નાસ્તો પહેલા આપતા પતિ ઉશ્કેરાઇ જઇને બિભત્સ શબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. પતિએ પરિણીતા ને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત નવ સામે ફરિયાદ નોંધાવી છે.

Next Story