Connect Gujarat

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમનું કરાશે આયોજન

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમનું કરાશે આયોજન
X

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસે સમગ્ર ગુજરાતના રામમંદિરમાં આરતી અને રામધૂનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના જન્મ દિવસે જ જરૂરિયાત ધરાવતા બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવન પર આધારિત પુસ્તકો અને તેમના હસ્તે લખાયેલા પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે એટલે કે, 17 સપ્ટેમ્બરના રોજ 7100 ગામમાં રામજી મંદિરમાં આરતી તેમજ રામધૂમ બોલાવવામાં આવશે. આ ઉપરાંત તે જ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા જરૂરિયાત ધરાવતા 71 બાળકોને હાર્ટ સર્જરી પણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના જીવન આધારિત પુસ્તકો અને તેમના હસ્તે લખેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવશે.

વડાપ્રધાન અવાર-નવાર રાજકારણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ, અર્થતંત્ર, બંધારણ, માનવ અધિકાર, મહિલા જાગૃતિ, પ્રાણીઓ પ્રત્યે કરુણા અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર આપણે માહિતી આપતા પણ જોવા મળી આવ્યા છે. કેવડિયા ખાતે મળેલી ભારતીય જનતા કારોબારી બેઠકમાં વડાપ્રધાન દ્વારા લખાયેલા પુસ્તકો નું પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.જે કારોબારી સભા ખંડ અને ટેન્ટ સિટી પાસે બનાવવામાં આવેલી આ ગેલેરી જેમાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના નેતાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Next Story
Share it