Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વિદેશી ધરતી પર સૌ પ્રથમ પગ મૂકનાર સંત આનંદ પ્રિયદાસજી સ્વામીજીનો "100"મો જન્મ દિવસ,પી.એમ.મોદીએ પાઠવી શુભેચ્છા

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદ પ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ મુક્તજીવન સ્વામીબાપા છે

અમદાવાદ: વિદેશી ધરતી પર સૌ પ્રથમ પગ મૂકનાર સંત આનંદ પ્રિયદાસજી સ્વામીજીનો 100મો જન્મ દિવસ,પી.એમ.મોદીએ પાઠવી શુભેચ્છા
X

અમદાવાદ મણિનગરમાં આવેલ કુમકુમ મંદિરના મહંત આનંદ પ્રિયદાસજી સ્વામીને શરદ પૂનમના દિવસે 100 વર્ષ પૂર્ણ થતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંહતો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આનંદ પ્રિયદાસજી સ્વામી વિદેશી ધરતી પર સૌ પ્રથમ પગ મુકનાર પહેલા સંત હતા જેમણે 1948માં સાઉથ આફ્રિકાની ધરતી પર પગ મુક્યો હતો.



અમદાવાદના મણિનગરમાં આવેલ કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદ પ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ મુક્તજીવન સ્વામીબાપા છે. કચ્છના સંત અબજીબાપાના દર્શન કર્યા હોય તેવા આ એક માત્ર સંત છે. તાજેતરમાં તેમના જીવનન 100 વર્ષ પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને દીર્ધાયુ માટે શુભેચ્છા પાઠવી હતી.સાથે BAPSના મહંત સ્વામીએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે આનંદપ્રિય સ્વામીએ દેશ અને વિદેશમાં શિક્ષણ અને સેવા કાર્યો છે.મારે તેમની સાથે વર્ષોથી સંબંધ છે તેઓ સર્વ સાધુ ગુણે સંપન્ન છે.આજે પણ કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં પણ ધાર્મિક,શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે સેવા કરવામાં આવી રહી છે. ગુરુકુળ ,રાહત દરે સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે.કોરોના કાળની મહામારી દરમિયાન પણ અનેક લોકોને સેવા આપવામાં આવી હતી.

Next Story