Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રીક્ષા ચાલકની "પ્રામાણિકતા", NRI મહિલાનો આઇફોન અને પર્સ પરત કર્યું...

આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે

અમદાવાદ : રીક્ષા ચાલકની પ્રામાણિકતા, NRI મહિલાનો આઇફોન અને પર્સ પરત કર્યું...
X

આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં એક રીક્ષા ચાલકની પ્રમાણિકતાના હર કોઈ વખાણ કરી રહ્યા છે. કારણ કે, આ રિક્ષા ચાલકે અમેરિકાથી અમદાવાદ આવેલી એનઆરઆઈ મહિલાનો દોઢ લાખનો આઈ ફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીનો ઝૂડો ભરેલું પર્સ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ હતી. જોકે રિક્ષાચાલકે પ્રમાણિક્તા બતાવી મહિલાને પર્સ પાછું આપી દીધું હતું.

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં રહેતા રમેશ પટેલ રિક્ષા ચલાવે છે. સોમવારે રાતે તેઓ નારણપુરામાં હતા, ત્યારે એક 55 વર્ષીય મહિલા તેની રીક્ષામાં બેઠી હતી. બાદમાં રમેશભાઈ રીક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા, ત્યારબાદ રિક્ષામાં બેઠેલી એક યુવતીએ તેની રિક્ષામાં કોઇ મહિલાનું પર્સ પડ્યું હોવાનું જણાવતાં રમેશભાઈએ તે પર્સને પોતાની પાસે રાખી, ઘરે પહોંચી પોતાના દીકરાને તે પર્સ આપીને અંદર કોઈ આઈડી પ્રૂફ કે, કોન્ટેક્ટ નંબરની તપાસ કરવાનું કહ્યું હતું.

પર્સની અંદર 1.50 લાખનો આઈફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીઓ જ હતી. જેથી રમેશભાઈએ મોબાઈલ તેમની પાસે રાખ્યો હતો. થોડા સમય પછી જે મહિલાનું પર્સ હતું તેનો તે નંબર પર ફોન આવતા રમેશભાઈએ તેમનો સામાન રિક્ષામાં ભૂલીને જતાં રહ્યાં હોવાનું જણાવી, રમેશભાઈએ પર્સ લેવા માટે મહિલાને કાલુપુર બોલાવીને મહિલાને પર્સ પરત સોંપ્યું હતું. મહિલા પર્સ ખોલીને જોયું તો એક પણ વસ્તુ આઘીપાછી થઈ ન હતી. મહિલા રિક્ષાચાલકનો આભાર માન્યો હતો.

મહિલાને તેનું પર્સ પરત મળતા તેણે ખુશ થઈને રૂ. 1 હજાર રિક્ષાચાલકને આપ્યા હતા. જોકે, ચાલકે પૈસા લેવાની ના પાડતા મહિલા ચાલકની દીકરીને ભેટ સ્વરૂપે રૂ. 1 હજાર આપ્યા હતા. રિક્ષાચાલકને વસ્ત્રાલથી કાલુપુર આવ્યાનું ભાડું પણ મહિલાએ આપ્યું હતું. તેમજ રિક્ષાચાલકની પ્રમાણિક્તા બદલ આભાર પણ માન્યો હતો.

Next Story