કોરોનાના વધતા કેસના કારણે પતંગના વેપારીઓને ફરીથી રોવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે. તો સાથે સાથે પતંગ દોરીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા રહ્યો છે. તહેવારને લઈને વેપારીઓ આ વખતે પણ ચિંતિત જોવા મળ્યા છે.
કોરોના મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પતંગ દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સામે ગ્રાહકોમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉતરાયણના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હાલના સમયમાં બજારમાં ગ્રાહકો વધારે જોવા મળે છે પરંતુ કોરોનાના કારણે આ વખતે પણ આ વેપારીઓને રોવાના દિવસો આવ્યા છે. તો બીજી બાજુ રો મટીરિયલમાં ભાવ વધવાના કારણે પતંગ અને દોરીમાં પણ ભાવ વધારે જોવા મળે છે. પતંગમાં 20 થી 25 ટકા અને દોરીમાં 35 થી 40 ટકા ભાવ વધારો જોવા મળે છે.
પતંગમાં નવી વેરાયટી બજારમાં આવી છે જેમાં વેક્સીન લેવા માટે લોકોને જાગૃત કરતા મેસેજ લખવામાં આવ્યા છે. જેમાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને બીજી બાજુ વેક્સીનનો ફોટો અને કોરોના વાયરસનો ફોટો મુકવામાં આવ્યો છે લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.