અમદાવાદ: ભારતીય જળસીમામાંથી ઝડપાયું રૂ. 425 કરોડનું હેરોઇન, ઈરાની બોટમાંથી મળ્યો નશાનો સામાન

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા ભારતીય જળ સીમામાં દિલધડક ઓપરેશન કરી રૂપિયા 425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટની ઝડપી પાડવામાં આવી હતી

New Update

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા ભારતીય જળ સીમામાં દિલધડક ઓપરેશન કરી રૂપિયા 425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટની ઝડપી પાડવામાં આવી હતી

ગુજરાત કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને એને મધદરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી. બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા.એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું.

પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજને પકડી લીધાં છે અને રૂ.2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.

Latest Stories