અમદાવાદ: અસામાજિક તત્વોનો આતંક,અપશબ્દો ન બોલવાનું કહેતા મહિલાના ઘરમાં કરી તોડફોડ

મહિલાએ ગાળાગાળી ન કરવાનું કહેતા તોડફોડ કરી, રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

New Update

અમદાવાદના અમરાઈવાડીના ભીલવાડામા છનાશેઠની ચાલીમાં અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આવી છે.જેમાં 10થી વધુ શખ્સોએ મકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. મહિલાએ ગાળાગાળી ન કરવાનું કહેતા તોડફોડ કરી, રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આટલું ઓછું હોય તેમ ઘરની બહાર આવેલા વીજ મીટરમાં પણ તોડફોડ કરી અંધાર પટ સર્જી દીધો હતો.સાંજના સમયે અસમાજિક તત્ત્વો ચાલીના નાકે જ્યારે જોર જોરથી ગાળો બોલી વાતો કરતા હતા ત્યારે ચાલીની મહિલાઓ તેમને કહેવા ગયા હતા અને ઘમકાવ્યા હતા ત્યારે તે લોકો રાત્રીના સમયે તલવાર અને લાકડીઓ લઈ આવ્યા અને તોડફોડ કરવામાં આવી હતી.