મેગાસીટી અમદાવાદમાં હવે દિવસેને દિવસે હિટ એન્ડ રનનો કેસ વધી રહ્યા છે ત્યારે શહેરના આલ્ફા વન મોલ પાસે શહેરના જાણીતા બિલ્ડરની દીકરી અકસ્માત સર્જી ફરાર થઈ ગઈ છે. બિલ્ડરની પુત્રીએ બેફામ રીતે કાર હંકારી વિદ્યાર્થીઓને અડફેટમાં લેતાં તેમને ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..
અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રન અને અકસ્માતના બનાવો વારંવાર બની રહયા છે. થોડાક સમય પહેલા જ શિવરંજની ચાર રસ્તા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પર્વ શાહ નામના યુવકે ફુટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતાં. ત્યારે વધુ ફરી કંઈક આવો જ બનાવ સામે આવ્યો છે. શહેરના આલ્ફા વન મોલ પાસે જાણીતા બિલ્ડર પુત્રીએ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. બિલ્ડર અમિત પટેલની પુત્રીની કારની ટકકરે એક કરતાં વધારે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. જે યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે. તેઓ ચાર્ટડ એકાઉટન્ટના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે યુવતી ગરબા રમીને ઘરે જઈ રહી હતી. સાથે જ તેની કાર 100ની સ્પીડ પર હતી તેવું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયા બાદ યુવતી ફરાર થઈ ગઈ હતી.અકસ્માતનો ભોગ બનનાર યુવકોને સામાન્ય ઇજા પહોંચી છે પણ સતત વધી રહેલા અકસ્માતના બનાવો ચિંતા ઉપજાવે રહ્યા છે.