Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઘરફોર્ડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો; બે આરોપી જબ્બે

ઘરમાંથી ચોરી થયેલા 4,41,000 નો મુદામાલ જે ચોરી થયો હતો તે રીકવર કરવામાં આવ્યો છે. બે આરોપીઓને મણિનગર પોલીસે ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ: ઘરફોર્ડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો; બે આરોપી જબ્બે
X

મણિનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. મણિનગરના પ્રાણ કુંજ સોસાયટી માં બંધ મકાનમાં ઘરફોર્ડ ચોરી હતી. જે બાબતે ઘર માલિકને ખબર પડતા તે લોકો તરત જ મણિનગર પોલીસને જાણ કરી હતી જેમાં ચોરીમાં 7 ઘડિયાળ, બે જોડી સોનાની બુટ્ટી થતા ફરિયાદીના ઘરે ફ્લેટ નીચે વોક્સ વેગન કાર પાર્ક હતી તે કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે મણિનગર પોલીસે તાત્કાલિક તપાસ કરતા બે આરોપીઓને પકડી પડ્યા છે.

મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઘરમાંથી ચોરી થયેલા 4,41,000 નો મુદામાલ જે ચોરી થયો હતો તે રીકવર કરવામાં આવ્યો છે. બે આરોપીઓને મણિનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. અને 150 જેટલા સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તેની તપાસ કરતા આરોપીઓની ભાલ મળી અને તમામ મૂળ માલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પણ અન્ય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અંજામ આપ્યો છે. જેમાં બીજા અન્ય ગુન્હાઓ જેમાં નવરંગપુરામાં પણ ઘરફોર્ડ ચોરી અને ખોખરામાં કાર ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. હાલમાં આરોપીઓને મણિનગર પોલીસ સ્ટેશન ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તે સિવાય આરોપીઓ રાજસ્થાનમાં આવેલ ખાડિયા પોલીસ્ટેશન વિસ્તારમાં લૂંટ કરી હોવાનું પણ કબૂલ કરવા આવ્યું છે.

Next Story