Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બે ગરીબ યુવાનો પાસે આવી અચાનક વૈભવી કાર, જુઓ શું કર્યું કારસ્તાન

અમદાવાદમાં ચાની કિટલી ચલાવતા અને ઈસ્ત્રી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગીય પુત્રો ઠાઠમાઠમાં અને વૈભવી જીવન જીવવાની સાથે લક્ઝ્યુરિયસ કાર BMW ફેરવતા હતા.

અમદાવાદ : બે ગરીબ યુવાનો પાસે આવી અચાનક વૈભવી કાર, જુઓ શું કર્યું કારસ્તાન
X

અમદાવાદમાં ચાની કિટલી ચલાવતા અને ઈસ્ત્રી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગીય પુત્રો ઠાઠમાઠમાં અને વૈભવી જીવન જીવવાની સાથે લક્ઝ્યુરિયસ કાર BMW ફેરવતા હતા. આ બંને યુવાનો ખંડણી ઉઘરાવી પોતાના મોજશોખ પુરા કરતાં હતાં. સરખેજ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધાં છે.


આરોપી આરીફ ઘાંચી અને યુસુફ ઘાચી આ બન્ને આરોપી રુબી પેકેજીંગના માલિક જોડેથી 2018થી રૂપિયા ઉઘરાવતા આવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 31.50 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા તેને પોલીસ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. વધુમાં અમે સુસાઇડ કરી અને સુસાઇડ નોટમાં તારું નામ લખી ને જઈશ અને જો નામ ના લખું તું ઇચ્છતો હોય તો તેના પૈસા અલગથી લીધા હતા. ત્યારે હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ ના બીજા સાથીદારોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે, અને આરોપીઓએ બીજા પણ આવા અનેક લોકો ફસાયા હોય તેવું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story