Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: તોલમાપ વિભાગે ડી માર્ટ ને ફટકાર્યો રૂ.90 હજારનો દંડ,વાંચો શું છે કારણ

અમદાવાદમાં સેટેલાઈટમાં ડી-માર્ટને નિયમબંગ બદલ રૂપિયા 90 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

અમદાવાદ: તોલમાપ વિભાગે ડી માર્ટ ને ફટકાર્યો રૂ.90 હજારનો દંડ,વાંચો શું છે કારણ
X

ગ્રાહક સુરક્ષા લઈને અનેક કાયદાઓ પણ ક્યારેક તેના પર અમલ નથી થતો પરતું અમદાવાદમાં સેટેલાઈટમાં ડી-માર્ટને નિયમબંગ બદલ રૂપિયા 90 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. વેચાણના પેકેટમાં નિયમોનુસાર વિગતો ન મુકવામાં આવતા, તોલમાપ ભવન દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા..અને કાર્યવાહી કરવામાં આવી હતી.દોઢ વર્ષમાં તોલમાપ ભવન અને ગ્રાહક સુરક્ષા અધિનિય હેઠળ અઢી લાખ એકમો સામે કાયદાકીય તપાસ કરીને 44 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે..

ગ્રાહક સુરક્ષા અધિકારીઓ દ્વારા સેટેલાઈટમાં ડી-માર્ટને નિયમભંગ બદલ 90 હજારનો દંડ ફટકારાતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અનેક વાર ગ્રાહક જ્યારે કાઈ પણ વસ્તુઓની ખરીદી કરવા જતા હોય ત્યારે લોભ લાલચ આપીને તેના બજેટ કરતા પણ વધુ ચીજોની ખરીદી કરવા પ્રેરાય એવી મોટી લોભામણી જાહેરાતો કરવામાં આવતી હોય છે. પરતું નિયમો નેવે મુકીને કેટલીક વાર મોટી મોલ કે વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. સસ્તી વસ્તુને મોંઘી બનાવીને વેચે છે. જથ્થો કે ગુણવત્તા વગરની ચીજવસ્તુઓ રાખવી કે હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરવું એ પણ એક પ્રકારની છેતરપિંડી છે.ત્યારે તોલમાપ ભવન શાખાએ સેટેલાઈટમાં ડી-માર્ટને 90 હજારનો દંડ ફટકારાતા અનેક લોકોમાં ફફડાટો જોવા મળી રહ્યો છે.

Next Story