અમદાવાદ: યુવા કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ મળ્યા મોદીને,રાજકીય નવાજૂનીના એંધાણ

વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં.

New Update

વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે.આ મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે શ્વેતા બ્રહ્મભટ્ટ આવનાર ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરી શકે છે.

Advertisment

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. કેટલાક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન ની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય તેવી શક્યતા બહાર આવી છે.અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસનાં 2000 થી 2005 ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલાં નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયા હતા. શ્વેતા હાયર એજ્યુકેશન માં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસ તેમને સીધી ટિકિટ આપી હતી.

Advertisment