ગુજરાતમાં મંત્રીમંડળમાં ઉલટફેર બાદ પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં

New Update

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના નવનિયુકત સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.

ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હઠાગ્રહ પણ આનંદીબેન નો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન રાજીનામું આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્ય પ્રધાન તરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણીના લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતાં. ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નામ જ ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ જ ભાજપના ઉમેદવાર બનશે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને અંતે મોડી રાતે અમદાવાદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદના હોય હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચેનો ખટરાગ જગજાહેર હતો. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું, ત્યારે પણ એમણે નીતિન પટેલ મુખ્ય પ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો અને આ નિર્ણય પર સંમતિ પણ સંધાઈ ગઈ હતી. જો કે અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી ની પસંદગી કરવામાં આવી.જે રીતે ભુપેન્દ્ર પટેલની CM તરીકે નિમણુંક થઈ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ગુજરાતમાં આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise 

Latest Stories