Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

એક વાર ફરી કોરોનાના કેસો ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોના બ્લાસ્ટ થયો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
X

અમદાવાદમાં એક વાર ફરી કોરોનાના કેસો ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોના બ્લાસ્ટ થયો છે.એવામાં હવે અમદાવાદની વેજલપુર ની ઝાયડસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવાયું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કોરોનામાં રાહત હતી. આંકડા ઝીરો ઝીરો થવા લાગ્યા હતા. ત્યારે સરકાર દ્વારા તમામ બાબતોની છૂટછાટ આપવામાં આવું હતી. તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી કોરોના કેસ માં વધારો થઈ રહયો છે. ગઈ કાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા. દરમિયાન કોઈનું મૃત્યુ નથી થતું. વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં 2 વિધાર્થીઓ પોઝિટિવ આવ્યા. ત્યારે સંકુલ તંત્ર હાલતો હરકતમાં આવે છે. ત્યારે સ્કૂલમાં તમામ ક્લાસમાં અને આખી સ્કૂલમાં સેનેટાઇઝીંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ઝાયડસ સ્કૂલ બંધ કરવામાં આવી છે.

Next Story