Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદથી ઇન્દોર જઈ રહેલ સગર્ભા માતાએ એસ.ટી. બસમાં જ આપ્યો બાળકીને જન્મ

અમદાવાદથી ઈન્દોર તરફ એસ.ટી.બસમાં પોતાના વતન પિટોલમાં જઈ રહેલ એક સગર્ભા માતાએ પ્રસૂતિની પીડાઓ સાથે એસ.ટી. બસમાં જ દીકરીને જન્મ આપ્યો.

અમદાવાદથી ઇન્દોર જઈ રહેલ સગર્ભા માતાએ એસ.ટી. બસમાં જ આપ્યો બાળકીને જન્મ
X

અમદાવાદથી ઈન્દોર તરફ એસ.ટી.બસમાં પોતાના વતન પિટોલમાં જઈ રહેલ એક સગર્ભા માતાએ પ્રસૂતિની પીડાઓ સાથે એસ.ટી. બસમાં જ દીકરીને જન્મ આપ્યો. મહિલાની વેદનાઓની ગંભીરતાઓ પારખી ગયેલા એસ.ટી. બસના ડ્રાયવરે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર બસ લઈને સીધા ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવીને ઘટનાની જાણ કરી અને ગોધરા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પણ દોડી આવીને નવજાત બાળકી સાથે માતાની સારવાર શરૂ કરી ત્યારબાદ એસ.ટી.બસ ત્યાંથી રવાના થઈ હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી ઈન્દોર તરફ જઈ રહેલ એસ.ટી. બસમાં મુસાફરી કરનાર મધ્યપ્રદેશના પિટોલ ગામના સુરભીબેન ભુરિયાને ગોધરા શહેરના પ્રવેશદ્વારે બાયપાસ રોડ ઉપર અચાનક પ્રસૂતિની પીડાઓ વચ્ચે બસમાં જ બાળકને જન્મ આપ્યો હોવાની આ ઘટના સાથે સતર્ક થઈ ગયેલા અમદાવાદમાં નરોડા ખાતે રહેતા એસ.ટી. બસના ડ્રાયવર પરેશભાઈ ઉપાધ્યાયે એસ.ટી. બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને ઉભી કરી દીધી હતી અને કંડકટર મહેશભાઈ ભીલે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દોડી જઈને એક માતાએ બસમાં બાળકને જન્મ આપ્યો હોવાની જાણ ફરજ ઉપરના કર્મચારીઓને કરી હતી. જોકે, ઘટનાની જાણ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પણ સ્ટ્રેચર લઈને દોડી આવ્યા બાદ દીકરી સમેત જનેતાને સંભાળ પૂર્વક લાવીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ એસ.ટી. બસ ગોધરા ડેપોમાં જઈને ઈન્દોર તરફ રવાના થઈ હતી.

Next Story