અમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક, "ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા" પહેલની શરૂઆત...
ચિરિપાલ ગ્રૂપ પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે.

ચિરિપાલ ગ્રૂપ પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે. "ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા" નામની આ પહેલની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસના રોજ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત અમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. જોકે, આ પહેલને એપોલો સીવીએચએફ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સહ સંચાલિત તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સાથ આપ્યો છે.
અમદાવાદ શહેરના શાંતિ બિઝનેસ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ગત તા. 26 જૂનના રોજ 'ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા'નો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન(એએમસી)ના કમિશનર લોચન સેહરા, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, એએમસીના ગાર્ડન વિભાગના ડિરેક્ટર જીજ્ઞેશ પટેલ, ચિરિપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરિપાલે નાગરિકોને અપીલ કરી હતી કે, શહેરને હરિયાળું બનાવવા માટે તમારાથી શક્ય હોય તેટલું યોગદાન આપો. આ સમારોહમાં એપોલો સીવીએચએફ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ ડો. સમીર દાની અને ચિરિપાલ ગ્રૂપના સિનિયર પ્રમોટર્સ પણ હાજર રહ્યા હતા. ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે આ ખાસ ડ્રાઈવ વિષે જણાવ્યું હતું કે, "ચિરિપાલ ગ્રૂપ પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ છે. અમે અમદાવાદના ગ્રીન કવરને વધારવા અને હવાની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ છીએ. અમે અમારી આ સફળતા માટે શહેરીજનોનો આભાર માનીએ છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે તમામ અમદાવાદીઓ શહેરને હરિયાળું બનાવવા માટેનાં આ ખાસ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાય.'' ENILના બિઝનેસ ડિરેક્ટર નિમિત તિવારીએ જણાવ્યું હતું કે, "મિર્ચીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતાપૂર્વક વૃક્ષારોપણની પહેલ હાથ ધરી છે. નાગરિકોની વિશાળ ભાગીદારી આ ડ્રાઈવ ચોક્કસપણે અમદાવાદનો દેખાવ બદલી નાંખશે અને શહેરને હરિયાળું બનાવી દેશે સાથે વનસ્પિતિ અને પ્રાણીજાતને પણ સમૃદ્ધ કરશે.''
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT