Connect Gujarat
અમદાવાદ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના નવીન કેમ્પસનું ભૂમિપૂજન સંપન્ન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના નવીન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના નવીન કેમ્પસનું ભૂમિપૂજન સંપન્ન
X

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના નવીન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા. ગાંધીનગરના લેકાવાડા ખાતે 100 એકર વિસ્તારમાં નિર્માણ પામનાર GTUનું આ નવું ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. આ કેમ્પસમાં વિવિધ 17થી પણ વધુ ભવનોનું નિર્માણ થશે.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, GTUના નવા કેમ્પસનું શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન આદરણીય અમિતભાઈની ઉપસ્થિતિમાં સાકાર થવા જઈ રહ્યું છે. સ્થાપના પછીનાં 15 વર્ષમાં GTUએ અનેક સિદ્ધિઓ મેળવી છે. અહીના વિદ્યાર્થીઓ ઈનોવેશન અને ટેક્નોલોજી દ્વારા આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

Next Story